Address: ASHAPURA COMPLEX, GANDHINAGAR ROAD, Gandhinagar, Gujarat, 382845 |
બેન્કની અત્યંત ખરાબસેવાઓથી કંટાળીને મેં ગત તા. ૧૭/૧૦/૨૦૧૯ ના રોજ ખાતું બંધ કરી તમામ આર્થિક નુકસાનભરપાઈ કરવા અંગે માણસા શાખામાં લેખિત ફરિયાદ રજૂ કરેલ, જેની એક નકલ રિઝર્વબેન્ક – અમદાવાદ, બેન્ક લોકપાલશ્રી – ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી –ગુજરાત રાજ્ય સહિત રિજીયોનલ મેનેજરશ્રીને પણ ભારતીય ટપાલ સેવાની રજી. એ. ડી. પોસ્ટદ્વારા એ જ દિવસે મોકલી આપેલ છે. (જેની નકલ અત્રે સામેલ છે)સદર અરજીને આજે વીસ દિવસપૂર્ણ થવા છતાં મને મારી રકમ પરત મળવા પામી નથી કે મને કોઈ યોગ્યનિર્ણય-પ્રત્યુત્તર મળવા પામ્યો નથી. કોર્પોરેશન બેન્કની આ ગંભીર ભૂલને કારણે મારા આર્થિક નુકસાનની સાથેસાથે સમયનો પણબગાડ થવા પામ્યો છે અને મારી દીકરીના વીઝાની પ્રક્રિયામાં પણ વિલંબ થવા પામ્યો છે.બેન્કની ભૂલ દ્વારા થયેલ તમામ આર્થિક નુકસાન મને સત્વરે ભરપાઈ કરી આપવામાં આવે.હજું પણ તાત્કાલિક મને મારી રકમ પરત નહિ મળે તો મારી દીકરીની કારકિર્દી સાથે ચેડાંકરવા તેમજ તેનો અભ્યાસ બગાડવા સબબ આપશ્રી પણ જવાબદાર લેખાશે. ઉપરોક્ત વિગતોને ગંભીરતાથી ધ્યાનમાં લઈને સત્વરે નિષ્પક્ષ-ન્યાયિક-તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને આ ગુનાહિત કૃત્ય બદલ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી ખાતાકીય નિરીક્ષણ-તપાસ ગોઠવી કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવે તથા તે થકી ખાતેદારોમાં વિશ્વાસ સંપાદન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે યથાયોગ્ય કાયદાકીય પગલાં ભરશો તેવી શુભ અપેક્ષા સહ,
નોંધ : બેન્કની ભૂલને કારણે થયેલનુકસાન ભરપાઈ કરવા બાબત તા. ૧૦/૧૦/૨૦૧૯ ના રોજ ભારતીય ટપાલ સેવાની રજી. એ. ડી. પોસ્ટ દ્વારા રિજીયોનલ મેનેજરશ્રીને એક ફરિયાદ પાઠવેલ છે જ.
Was this information helpful? |
Post your Comment