Address: Ahmedabad, Gujarat, 380001 |
10/9/2018 ના રોજ આપના ન્યૂઝપેપર દિવ્યભાસ્કરમાં ધર્મ-સમાજ-સંસ્થાઓ કોલમમાં " પ્રભુ મહાવીર સ્વામીના પારણાને ઘરે લઇ જવા માટે અઢી લાખની બોલી લગાવાઈ" આવા શીર્ષક હેઠળ એક સમાચાર છાપવામાં આવ્યા હતા, જે સમાચાર ની અંદર વિગતમાં આપ તરફથી લખવામાં આવ્યું હતું કે કાલુપુરમાં આવેલી કાળુંશાહની પોળમાં ભગવાનના પારણા ને ઘરે લઇ જવા માટે ૪૫ હઝાર મણ( અંદાજે અઢી લાખ રૂપિયા ) ની ઉછામણી કરવામાં આવી હતી. અને ભગવાન ના આ રત્નજડિત પારણા ને ઘરે લઇ જવાનો લાભ પોળ માં રહેતા રાકેશ જૈનના પરિવારને મળ્યો હતો, આપ તરફથી એમ પણ છાપવામાં આવ્યું હતું કે આ જન્મવાંચન પ્રસંગે કુલ ૭૦૦ થી વધુ લોકો એ પારણા ઝુલાવ્યા હતા.અને આપ શ્રી તરફથી લખવામાં આવેલ કે" જન્મવાંચન દરમિયાન મુનિશ્રી નયનશેખર મ.સા. એ જણાવ્યું હતું કે",
આથી આપ શ્રી ને હું જણાવવા માંગુ છું કે આ મહાવીર જન્મ વાંચન ના પવિત્ર દિવસે હું કાલુશી ની પોલે ઉપાશ્રયમાં રૂબરૂ હાજર હતો, ત્યાં એટલે કે શ્રી કાલુશીની પોળ જૈન દેરાસર ટ્રસ્ટ માં બોલાયેલ પ્રત્યેક બોલી મારી હાજરી માં બોલાયેલ. અને મારી જાણ મુજબ પ્રભુ મહાવીર સ્વામીના પારણાને ઘરે લઇ જવા માટે ની બોલી નો ચડાવો ફક્ત રૂપિયા ૫૦૦૧/= માં શ્રી દિલીપભાઈ સાગરમલ જૈન તરફથી લાભ લેવામાં આવ્યો હતો, અનેય આ દિવસે ઉપાશ્રયમાં ૭૦૦ નહિ પરંતુ આશરે ફક્ત ૧૫૦ લાભાર્થી જ હાજર હતા. અને આપ શ્રી તરફથી લખવામાં આવેલ કે" જન્મવાંચન દરમિયાન મુનિશ્રી નયનશેખર મ.સા.એ જન્મવાંચન કર્યું હતું, હું આપને જણાવવા માંગુ છું કે આ દિવસે મુનિશ્રી નયનશેખર મ.સા. ત્યાં હાજર નહોતા,
આ અંગે મેં બીજા દિવસે એટલે કે ૧૧/૦૯/૨૦૧૮ તપાસ કરતા મને જાણવા મળ્યું હતું ટેલિફોનિક વાતના આધારે આ સમાચાર છપાયા છે, અને આ સમાચાર ની કોઈ પણ ચકાસણી કર્યા વગર આ સમાચાર છપાયેલ છે,
તો હું આપ શ્રી ને જણાવવા માંગુ છે કે આપે છાપેલ સમાચારમાં બિલકુલ સત્યતા નથી તેમજ મારી જાણ મુજબ દિવ્યભાસ્કર ના અલગ અલગ અધિકારીઓ તરફથી વિરોધાભાસી નિવેદન આપવામાં આવે છે,
તો આ જે સમાચાર છાપ્યા છે એની સત્યતા સાબિત કરવા આપની પાસે કોઈ પુરાવા હોય તો ચોક્કસ થી અમોને રજુ કરો જેથી કોની ભૂલથી આ સમાચાર છપાયા છે તે સ્પષ્ટ થાય પરંતુ જો આપની પાસે કોઈ પુરાવા નથી તો આપ શ્રી ને વિનંતી છે કે તવરિત આપ શ્રી આપના સમાચારપત્ર માં થયેલ ભૂલ માટે માફી માંગશો જેથી અમારા સંઘ ની બદનામી થતી અટકી જાય.
હું એ દિવસે ત્યાં જ હાજર હતો અને સંઘના એક સક્રિય સભ્ય તરીકે આ વાત નો ખુલાસો જાણવો જરૂરી બને છે કે જેથી ભવિષ્ય માં કોઈ સંઘ ઉપર ખોટો આરોપ ના મૂકી શકે.
આ સમાચાર તદ્દન સત્ય થી દૂર છે,
તો આપ શ્રી ને આ સાથે હું વિનંતી કરું છું કે આપને આ વિગત મળેથી સાત દિવસ માં મને આપ શ્રી હકીકત પુરાવા સાથે જણાવશો અગર તો મારે સંઘ ના અન્ય સભ્યોની સાથે ભેગા મળીને આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે,
આપ શ્રી શક્ય એટલો તવરિત થી મને યોગ્ય જવાબ આપશો જેથી લોકો માં આ સમાચાર વાંચી ને જે પ્રશ્નો ઉભા થયા છે તેનો જલ્દીથી નિકાલ આવે અને સંઘ ને ખોટી તકલીફ ઉભી ના થાય.
આ સાથે મેં આપના તરફથી છાપવામાં આવેલ સમાચાર ની કોપી પણ જોડેલ છે. અને જો આપ શ્રી તરફથી માંગવામાં આવશે તો હું સંઘ પાસે થી મેળવી ને, આપ ને તમામ પુરાવાઓ રજુ કરી શકું તેમ છું.
Was this information helpful?
Post your Comment