જય હિન્દ સહ જણવવાનું કે લુવારા બ્રાન્ચ. નાની કેનાલ જે સંસરોડ ની સીમ માં નરેશ્વર રોડ પાસે અલગ પડે છે જેથી રોડ આવવા થી શામ સામે ૨ મોટા કુંડા બનાવેલ છે જેમાં થી આજ થી ૧૦ વર્ષ થી એક સાથે જ્યારે કેનાલ માં પાણી આવે છે ત્યારે ખેતર માં જવા માટે કાચો માટી નો રસ્તો છે જે કેનાલ માં પાણી આવવા થી રસ્તો ખુબ લીલો થઈ જાય અને સામે ખેતર માં ખુબ પાણી ભરાય છે અને રસ્તો પણ આખો લીલો થઈ જાય એટલે મોટું સાધન અથવા ટ્રેક્ટર પણ ખેતર માં લઇ જવાતું નથી અને સાથન બહાર મૂકી રોડ ૧ કિલોમીટર જેટલું અંદર ચાલી ને જવું પડે છે અને કેનાલ બનવાં માટે આવે તે ખાલી કેનાલ સાફ કરે અને સાફ કરી ને જતા રહે છે અને અધૂરું અધૂરું કેનાલ માં પ્લાસ્ટર કરી જતા રહે છે.
અમે બધા ખેડૂત મળી ને કેટલી વાર પૂરણ પણ કરાવ્યુ પણ પાણી બંધ થતું નાથી મારી પાસે ફોટા અને વિડિયો પણ છે માટે વેહલી ટેક આનો નિકલ લાવો જેથી અમારે બેજી કોઇ લીગલ કાર્યવાહી અથવા ન્યૂઝ માં ના આપવું પડે માટે મને આશા છે કે તમે આનો નીકળ જલ્દી થી લાવશો હું તમને દિલ થી રિક્વેસ્ટ કરું છું આનો નિકાલ લાવો.
આપનો વિશ્વાસુ સંસરોડ ખેડૂતો
Was this information helpful? |
Post your Comment