Address: BESIDE UMM BHAVAN, NR UNN BHESTAN HELTH CENTER |
મેનેજરશ્રી,
ગુજરાત ગેસ,
અડાજણ. સુરત તા.૨૮/૧૦/૨૦૨૧
ભેસ્તાન બી.આર.ટી.એસ કોમ્યુનિટી હોલની બહાર ગુજરાત ગેસની પાઇપ લાઇન નાખેલ છે તથા જેનું મીટર હોલ ની બહાર દિવાલ સાથે જોડાણ કરેલ છે પરંતુ જેનું ગેસ લાઇન કનેકશન રસોડામાં આજદિન સુધી આપેલ નથી. જેનો વપરાશ/ઉપયોગ આજ દિન સુધી થયેલ નથી તેમ છ્તા ગુજરાત ગેસ ધ્વારા તા.૩૦/૦૪/૨૦૧૮ થી ૦૭/૧૦/૨૦૨૧ સુધીના બાકી ગેસ બિલની રકમ અત્રેના હોલ ઇંચાર્જ ને ગુજરાત ગેસ, અડાજણ ની કચેરી ધ્વારા મૌખિક જાણ કરેલ. ગેસ બિલ ચઢતુ હોય અત્રેના હોલ ઇંચાર્જ ધ્વારા બિલ ની કોપી ટેલીફોનીક વાતચીત થી માગાવામાં આવેલ જે હોલ ઇંચાર્જ ના (WHATSAPP) નંબર રૂ.૫૪, ૬૫૪/- નું બિલ તેમના મોબાઇલ પર મોક્લેલ હતું. આજ દિન સુધી ગુજરાત ગેસ ધ્વારા બિલની હાર્ડ કોપી અત્રે ની કચેરી ને મળેલ નથી. જે હકીકત ધ્યાને લેવા જોગ હોય સાઉથ ઝોન, ઉધનાને ૩૦/૦૪/૨૦૧૮ થી ૦૭/૧૦/૨૦૨૧ સુધીનું ગેસ બિલની હાર્ડ કોપી મળેલ નથી તે ઉપરાંત રૂ.૫૪, ૬૫૪/- નું બિલ તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ ચેકથી પેમેન્ટ કરેલ છે. જેનો એકાઉન્ટ નં:- ૯૬૧૧૪૦૩૮૬૬, ચેક નં:- ૩૧૬૩૩ અને બેંક:- કોટક મહેન્દ્રા છે.
હાલ સદર ઉન-ભેસ્તાન બી.આર.ટી.એસ કોમ્યુનિટી હોલ ગુજરાત ગેસ ગ્રાહક નં:-૫૦૦૦૦૧૩૦૧૧૬૯ વપરાશ હેઠ્ળ ન હોય તાત્કાલીક હંગામી ધોરણે તા ૨૮/૧૦/૨૦૨૧ ના રોજથી બંધ કરવા માટે વિનંતી. ગુજરાત ગેસ ધ્વારા ગેસ કનેકશન હંગામી ધોરણે બંધ કરવાની અરજી પત્રક આપેલ હોય તેમાં રૂ.૧૭૭૦.૦૦ + રૂ.૧૫૦૦.૦૦ = રૂ.૩૨૭૦.૦૦/- (ત્રણ હજાર બસૉ સિતેર રૂપિયા પૂરા/-) એડવાન્સ ભરપાઇ કરવા જણાવેલ છે પરંતુ હાલમાં સુરત મહાનગરપાલિકા ધ્વારા આગામી દિવાળીના તહેવાર નિમિતે એડવાન્સ મંજુરી મળે એમ નથી. જે બાદમાં સક્ષમ સતાધીસની મંજુરી મેળવ્યા બાદ જ ચુકવવામાં આવશે. વધુમાં સદર ગેસ કનેકશન ફરી ચાલુ કરવા બાબત અત્રેના ઝોન કચેરીએથી લેખીતમાં પત્ર પાઠવ્યા બાદ જ ગેસ કનેકશન ચાલુ કરવુ.
વધુમાં હવેથી ગુજરાત ગેસ ધ્વારા સાઉથ ઝોન ઉધના હદ વિસ્તારમાં આવેલ જે કોમ્યુનિટી હોલો (હરીનગર-૩, બી.આર.ટી.એસ (ઉન-ભેસ્તાન) )માં ગુજરાત ગેસ ધ્વારા આપેલ ગેસ કનેકશનના માસિક બિલની હાર્ડકોપી કાર્યપાલક ઇજનેરશ્રી, સાઉથ ઝોન ઉધનાની કચેરીએ પાઠવવા જણાવવામાં આવે છે જે બિલોની હાર્ડકોપી જમીન-મિલકત ખાતામાં મળ્યા બાદ જ બિલ પેમેન્ટ કરવામા આવશે. જે જાણશો.
સહકારની અપેક્ષા સાથે.
હોલ ઇંચાર્જ,
કોમ્યુનિટી હોલ
જમીન-મિલકત વિભાગ
સાઉથ ઝોન Was this information helpful? |
Post your Comment