માનનીય,
ડેપો મેનેજર સાહેબશ્રી,
કરજણ. વડોદરા.
ગુજરાત
સવિનય સહ જણાવવાનું કે કરજણ ડેપોની બસનો ટાઇમ ઘોઘંબાથી સાંજના ૫:૩૦ કલાકે ઉપડવાનો છે. જે બસ ઘોઘંબાથી વાયા પાવાગઢ-હાલોલ-વડોદરા-પોર થઇ કરજણ પહોંચે છે.
આ બસ બપોરે ૪:૩૦ વાગ્યે ઘોઘંબા આવી જાય છે. આ બસ નો ડ્રાઇવર રહેમતઅલી મકરાણી આ બસ સાંજના ૫:૪૫ વાગે ઉપાડે છે અને પાવાગઢ જઇ ૧૦ થી ૧૫ મીનીટ ચા નાસ્તા માટે બસ ઉભી રાખે છે. જેથી બસ લેઇટ ચાલે છે. આ બાબતે ડ્રાઇવર રહેમતઅલી મકરાણી સાથે બસના પેસેન્જરોએ વાત કરતા ડ્રાઇવર તરફથી એવો જવાબ મળ્યો કે, “ઉતાવળ હોય તો બીજી બસમાં ચાલ્યા જવાનું”. માત્ર આ ડ્રાઇવર જ પાવાગઢ ચા નાસ્તા માટે બસ ઊભી રાખે છે. બીજા આ જ બસના ડ્રાઇવર બસ પાવાગઢ ચા નાસ્તા માટે ઊભી રાખતા નથી.
બસમાં G.P.S. સીસ્ટમ નાંખેલ હોવાથી તેનો રેકર્ડ પણ આપ સાહેબ પાસે હશે. તો આપ સાહેબને પણ વિનંતી કે તે જરૂરથી ચેક કરશો. આપ સાહેબને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી છે. Was this information helpful? |
Post your Comment