પ્રતિ શ્રી સાહેબ,
G S R T C
જય ભારત સાથે આપ શ્રી સાહેબ ને જણાવવાનું કે આજે તારીખ 25/03/2022 ના રોજ જસદણ ડેપો ની બસ જસદણ - સુરત બસ નંબર
G J 18 Z 6885 બપોરે 12.30 વાગ્યે ખેડા થી નડીઆદ તરફ જતી હતી એમાં મુસાફરી દરમિયાન મેં નડીઆદ સિટી માં રામ તલાવડી બસ ઉભી રાખવા જણાવેલ હતું જે ફરજ પરના ડ્રાઈવર એ અહીં સ્ટેન્ડ નથી એમ કહી ઉભી રાખેલ નહોતી, વધુ માં ફરજ પર ના કંડકર ને મેં કંપ્લેઇન બુક આપવા કીધું હતું ત્યારે તેઓએ ઓનલાઇન બધું થાય જ છે હવે એમ કહીને મારાં 3 વાર માંગવા છતાં પણ કંપ્લેઇન બુક આપેલ નથી.
દરેક બસના ડ્રાઈવર નડીઆદ સિટી માં એન્ટર થતા રામ તલાવડી અથવા મિશન હોસ્પિટલ અથવા પેટ્રોલ પંપ ઓવર બ્રિજ એ એમના નીતિ નિયમ અનુસાર ઉભી રાખતા હોય છે પરંતુ સદર બસ ના ડ્રાઈવર એ સિટી માં એક પણ સ્ટેન્ડ પર બસ ના ઉભી રાખતા સીધા બસ સ્ટેન્ડ હંકારી મુકેલ હતી અને ફરજ પરના કન્ડકટર એ અમે સુરત ક્યારે પહોંચીયે પછી એમ કહેલ હતું.
આપ શ્રી સાહેબ ને જણાવવાનું સરકારી નોકરી અર્થે અપ ડાઉન કરતા હોવાથી આ રોજ નો પ્રશ્ન છે જે રૂટ થી બસ પસાર થઇ એ જ રસ્તે રીટર્ન આવવાથી સમય અને નાણાં વ્યર્થ થયેલ છે અને અંગત કામ માં પણ વિલંબ થયેલ છે.જેની આપ શ્રી સાહેબ નોંધ લઇ યોગ્ય કાર્યવાહી કરશોજી
લિ.
મુસાફર Was this information helpful? |
Post your Comment