Gujarat State Road Transport Corporation [GSRTC] — The matter of the conductor threatening and abusing/abusing/threatening to kill the passenger while traveling in the bus.

માનનીય સાહેબ શ્રી,
પ્રતિ શ્રી ડેપો મેનેજર સાહેબ
તારીખ :06/10/2022
બસ માં મુસાફરી દરમિયાન કંડકટરે મુસાફર સાથે ધાક ધમકી તથા ગેરવર્તણુંક/અપશબ્દો /મારવાની ધમકી આપવા બાબત ..
જય ભારત સહ જણાવવાનું કે મારૂ નામ દર્પિત ગાંધી, વડોદરા ના રહેવાશી છે અને સિંટેક્સ કંપની કલોલ, ગાંધીનગર માં જોબ કરું છું .આજ રોજ તારીખ 06/10/2022 ના રોજ, ગુરુવારે સવારે વડોદરા -રાપર બસ માં મે એડ્વાન્સ બુકિંગ કરાવેલ તારીખ 05/10/2022, OB :G[protected], GS24236430 SEAT NO :27.(વડોદરા થી અંબિકાનગર ), પ્રવાસ તારીખ 06/10/2022.
હું અમિત નગર, વડોદરા એસટી પિક અપ સ્ટેન્ડ પર સ્થળ ઉપર બસ ઉપડવાના 15મિનિટ અગાઉ થી બસ ની રાહ જોતો હતો .બસ આવી અને ચઢ્યો ત્યારે કંડકટરે બીજા ભાઈ ને મારી સીટ ઉપર બેસાડયા હતા જેને મે મારૂ બૂકિંગ બતાવી સીટ ખાલી કરાવી, આ સાથે મને જોતાં જ બસ કંડક્ટર શ્રી (સરનેમ :રબારી ) એ મને ઉગ્રતા થી અપશબ્દો કહ્યા અને ઉશ્કેરણી જનક અપશબ્દો બોલ્યા, તને ભાન છે કે નહીં ડોબા તારા લીધે અમને ખોટી થાય છે, એમ કહી બોલાચાલી કરી જઘડો કર્યો, જે તદ્દન ખોટું હતું, હું મારા સમય અને સ્થળ મુજબ હાજર હતો, ત્યારબાદ કંડકટરે બૂકિંગ ની વિગતો તથા આઈડી માંગતા મે મારો મોબાઈલ તેમણે આપી બધુજ બતાવ્યુ તેમ છતા મારી સાથે ગેરવર્તણુંક કરી અને વારંવાર આજીજી કરવા છતા મને ટિકિટ ફાડી આપી નહીં, તેમજ અપશબ્દો માં તને જોઈ લઇસ અંબિકા કેમનો ઉતરે છે તે જોઈ લઈ ને મારવાની ધમકી આપી, તેમજ સતત કોઈ વ્યક્તિઓ ને ફોન કરી ને અડાલજ આવવા બોલાવ્યા .
ત્યારબાદ અડાલજ ચોકડી એ 5મીનિટ થી વધારે બસ ને સાઈડ માં રોકી રખવીને બોલાવેલ માણસો સાથે વાતચીત કરીને મારા તરફ ઇશારા કર્યા તેમજ બીજા માણસો ને પણ ત્યાં બોલાવવા મોબાઈલ થી ફોન કર્યા, અને મને ગભરાવવાના ડરાવવાના તમામ પ્રયાસો કર્યા. આ તમામ ઘટના થતાં બસ મુસાફરો એ બૂમો પાડી મૂકી ત્યારે ના છૂટકે બસ ત્યથી ઉપાડી.
તો આવી સતત હેરાન પરેશાન અને જીવ ને જોખમ થાય તેવી ધમકી ઑ આપી મારૂ મેન્ટલ હેરાશમેંટ કર્યું અને છેક સુધી ટોર્ચર કર્યું.માનનીય સાહેબ શ્રી આપના માધ્યમ થી હું જાણવા માંગીસ કે આ શું આપડું ઉત્તર પ્રદેશ છે કે જ્યાં એક સામાન્ય મુસાફર ને આવી ધાક ધમકી તથા મારવાની ધમકી ગુજરાત ના એક એસટી કર્મચારી મુસાફરને આપે છે તે કેટલું યોગ્ય કેવાય, આ કંડકટરે તમામ વાતો માં જુઠ્ઠું બોલી મારી સામે ખોટા તથ્યો ઊભા કરવાની પણ પેરવી કરેલ છે. આ સમગ્ર ઘટના દરમિયાન મે કંડક્ટર ને શાંત રાખવા પણ પ્રયત્ન કર્યા પણ તેઓ માન્યા નહીં અને મને કોઈ પુરાવા ના મળે એટ્લે ટિકિટ પણ આપી નહી. કંડકટરે ખોટી સહી ઑ કરી ને પોતાની જાતે ખોટું લખાણ પણ બનાવ્યું હતું. આ કંડકટરે તમામ વાતો માં જુઠ્ઠું બોલી મારી સામે તથ્યો ઊભા કરવાની પણ પેરવી કરેલ છે.હું હેલ્પ લાઇન માં ફોન કરતો હતો ત્યારે જેને ફોન કરી ને બોલાવવા હોય તેને બોલાવ કહી ને પણ ધમકી ઑ આપી. સુ આ કંડક્ટર ને કોઈ નોજ ડર રહ્યો નથી ?? એસટી ના કર્મચારી છે કે નહીં તેની પણ ચકાશણી કરશો.
આઉપરાંત પિક અપ સ્ટેન્ડ ના હોવા છતાં પણ સીટીએમ, અમદાવાદ ની પહેલા હાઇવે ઉપર(ગાંધીનગર જવાના વડાંક પાસે) બસ ઊભી રાખી ને મુસાફરને રૂપિયા લઈ ઉતારેલ. એ કેટલું યોગ્ય છે??? અકસ્માત થસે તેની જવાબદારી લેવા તૈયાર છે ??? અને સ્ટેન્ડ વગર ગાડી ઊભી કેવી રીતે રાખી સકે ???
અમે સામાન્ય જોબ કરતાં મુસાફર છીએ અને અઠવાડીયા માં 1-2 વાર કાયમી છેલા વરસ થી મુસાફરી કરીયે છીયે અને એડ્વાન્સ બુકિંગ પણ કરાવીએ છે, તમામ બીજા કંડક્ટર શ્રી પણ મને જાણે ઓડખે છે. તો આપશ્રી આ ઘટના ઉપર તમારું તાત્કાલિક ધોરણે ધ્યાન લેશો અને આ કંડક્ટર ઉપર કડક માં કડક પગલાં લેસો એવી મારી વિનંતી છે.
તમામ ઘટના ને વિડીયો તથા ફોટા માં મે રાખ્યા છે તો ભવિષ્ય માં મારી પર કઈક હુમલો કે એવી ઘટના ના બને અને આ કંડક્ટર ને યોગ્ય પાઠ મળે તેવી મારી વિનંતી છે .અને મારી સાથે કઈ પણ અણબનતું કે અનિછનીય ઘટના ના બને એની કાળજી લેશો. આગળ જો પગલાં નહીં લેવાય તો બીજા મુસાફરો સાથે પણ આ બની સકે છે.
(નોંધ : બસ બુકિંગ દરમિયાન અમિતનગર નું ઓપ્શન આપેલ નથી જેથી અમારે સેંટ્રલ બસ સ્ટેન્ડ પર સિલેકસન કરવું પડે છે, નિયમિત આવતા તમામ કંડક્ટરશ્રી ને આની જાણ છે તેઓ ફોન કરી ને પણ પૂછી લે છે તેઓ મને જાણે પણ છે તથા અમિતનગર, વડોદરાએ એસટી નું કાયમી પિક અપ સ્ટેન્ડ છે. તો આજ આવેલ નવા કંડક્ટર ને આવી ગેરવર્તણૂક તથા ધાક ધમકીઑ આપતા પહેલા વિચારવું જોઈએ.શું એસટી માં પણ અમે સલામત નથી સાહેબશ્રી ??)
આપશ્રી તરફથી આની યોગી કાર્યવાહી થાય તેવી અપેક્ષા સાથે ..જયભારત.

મુસાફર
દર્પિત ગાંધી
(મો ન:[protected])
+5 photos
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4400
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information