Address: સર્વે નં - 246,પ્લોટ નં - 02, વીરજીભાઈ વાડી , નવ નંબર ગલી પાસે , ગળપધાર રોડ ,ગામ - મીઠીરોડ |
માનનીય સાહેબશ્રી,
જય ભારત સાથે જણાવવાનું કે હું પી જી વી સી એલ નો ગ્રાહક છું . જેના ગ્રાહક નંબર 61807/01414/2 છે.
મારી ફરિયાદ એ છે કે છેલ્લા બે મહિનાથી મારા ઇન્ડસ્ટ્રીઅલ વીજ જોડાણ માં અવાર નવાર વીજ ખેરવાઈ જાય છે. તેના સંધાન માં હું ટેલિફોનિક થી અને રૂબરૂ થી ફરિયાદ પણ રજીસ્ટર કરવું છું છતાં પણ તેનો ઉકેલ ફરિયાદ કરિયાના ત્રણ થી ચાર દિવસ પછી નિકાલ આવે છે.આવું બે મહિના માં ચાર થી પાંચ વખત થયું છે, રૂબરૂ ફરિયાદ માટે પણ ગયા છીએ તો પણ થઇ જશે કહી ને વાત ટાળી દે છે .ફરિયાદ માટે ડેપ્યુટી એન્જીનીઅર સાહેબ થી ફોન થી સંપર્ક કરતા, થઇ જશે તેવો જવાબ મળે છે પણ તેને પણ ચાર થી પાંચ દિવસ લાગે છે. જુનિયર એન્જીનીઅર જયેશ કેડિયા ને ફોન થી સંપર્ક કરીએ તો તે એમ કે છે કે ડેપ્યુટી એન્જીનીઅર સાહેબ ભરત ચૌહાણ ને વાત કરો. આ રીત ના જવાબ મળે છે. તો અમોને જે ધંધાકીય નુકસાન થાય છે. તેની ભરાઈ ની જવાબદારી કોની મારી પાસે 80 થી 90 લેબર કામ કરે છે તેના પરિવાર નું શુ . મારે તો તેમને હાજરી તો આપવાની જ ને પી જી વી સી એલ ને તો કાઈ ફરક નથી પડતો. કોઈ ને રામબાગ ડિવિઝન (618) માં ફરક પેડ તેમ નથી. અમુક સ્ટાફ તો એમ કે છે કે તમારા ટ્રાન્સફર્મર પાસે વરસાદ નું પાણી ભરેલું છે અને ઝાડ ઉગેલું છે જો આ કોમ્પ્લેઇન ની સાઈડ પર બિડાણ ની સુવિધા હશે તો હું મારી સાઈડ ના ફોટો તથા વિડિઓ મોલીશ તે જોઈ ને આપ નક્કી કરજો કે ફરિયાદી સાચ્ચા છે કે ખોટા.
આપશ્રી ને અમારી અરજ છે કે સ્ટાફ ને જો કામ ના કરવું હોય તેવા લોકો ને છુટ્ટા કરો અને ફુરતીલા નવજવાન ની ભરતી કરો એટલે ગ્રાહક ની ફરિયાદ નુ તત્કાલ નિકાલ થાય .અને અમારાજેવા લોકો થી આપ લોકો ને મોકલવા માં આવતી ફરિયાદો કરવાનો મોકો ના પડે.
ધનીયાવાદ,
આપ ના વિશ્વાસુ ગ્રાહક
દિપક શામજીભાઈ પટેલ
Was this information helpful? |
Post your Comment