Address: Anand, Gujarat, 388210 |
પ્રતિ Officer, ૪/૮/૨૦૧૭
આણંદ જીલ્લા.
ફરિયાદ આવેદન પત્ર : વાસદ ગામ ના પ્રવેશ દ્વાર પેહલા આવેલા જાહેર માર્ગ ની વચ્ચોવચ
સીમેન્ટ, પ્લાસ્ટીક, લોખંડ, પથ્થર ના બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી ગેર કાયદેસર ઝુપડી વાળું ટોલ નાકું બનાવી કનડગત, પૂછ પરછ કરી/કરાવી નીચે મુજબ ની હેરાન ગતિ બાબત કાયદેસર ના પગલા લેવા બાબત...જેમાં આ હંગામી ટોલ નાકું કાયમ માંટે દુર કરવા બાબત અમારી ફરિયાદ સાથે ની રજુઆત છે.
જય ભારત સાથ જાણવાનું કે વાસદ ગામ એ અતિ પ્રાચીન શ્રી હનુમાન દાદા ના મંદિર તરીકે ધર્મિક માન્યતા વાળું તથા પવિત્ર નદી મહીસાગર ના તટ ઉપર આવેલ “મહીસાગર માતાજી ના મંદિર” ને કારણે વિશ્વ મા પ્રસિદ્ધ છે .
અહી સમગ્ર આણંદ જીલ્લા ના ધાર્મિક ભક્તો અવારનવાર જણાવેલા મંદિરો મા સેવા, પૂજા, અર્ચના, બાધા પૂરી કરવા માંટે આવતા જતા હોય છે જેમાં તેમની ધાર્મિક માન્યતા રહેલી હોય છે વળી દૈનિક નોકરી, અભ્યાસ, ધંધા માંટે બરોડા પણ જતા અવતા હોય છે તે સાથે વાસદ ગામ આંકલાવ, બોરસદ, આણંદ, ઉમરેઠ એમ ૪ તાલુકા મથક અને આણંદ જીલ્લા ને જોડતું એકમાત્ર ગામ છે વળી વાસદ ગામ મા પણ ૨૦૦૦૦ થી વધુ ની વસ્તી રહે છે ત્યારે એક બાજુ ગ્રામજનો અને આણંદ જીલ્લા હજ્જારો ખેડૂતો એ પોતાની જમીનો કોડી ના ભાવે મજબૂરી મા આપી તેમાં ૨ એક્ષ્પ્રેસ માર્ગો બન્યા કમનસીબે બેવ રસ્તા ઓ પર આઈ.આર.બી.કંપની ના જ ટોલ નાકા ઉભા કરવા મા આવ્યા જેના કારણે એકજ કંપની ને બેવ માર્ગ નો ઈજારો મળી જવાના કારણે મન ફાવે તેવો ટોલ વધારો કરી પ્રજા પર ભારે બોજો નાખ્યો છે ત્યારે અવારનવાર વાસદ ટોલ નાકું ચર્ચા ના વિષય મા રહેજ છે જેમાં મુખ્યત્વે ટોલ નાકા પર મારા મારીપોલીસ જોડે પણ મારા મારી, વાહન ચાલકો જોડે ગાળા ગાળી આ બધું દૈનીક /અવારનવાર બનતું આવ્યું છે, તે પ્રમાણે જાહેર માનવ જીવન ને ગંભીર રીતે અસર કરતા મુદ્દા ઓ બાબત મા મારી નીચે મુજબ ની ફરિયાદ છે જેનું જેટલું બને તેટલું વેહલું નિરાકરણ આવે તે અમારી માંગણીઓ છે.
૧.વાસદ ગામ ના પ્રવેશ માર્ગ ની વચ્ચોવચ સીમેન્ટ, પ્લાસ્ટીક, લોખંડ, પથ્થર ના બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી ગેર કાયદેસર ઝુપડી વાળું ટોલ નાકું બનાવી ને ગામ ના લોકોને, ગામ મા આવતા સગાવાહલાઓ, વિગીરે ને અટકાવી પૂછ પરછ કરી/કરાવી ને હેરાન પરેશાન કરી વિવધ પ્રકારે ૨૦/૫૦/૧૦૦ જેવી રકમ નું ઉઘરાણું વગર કોઈ પાવતી કે પરવાનગી વગર ઉઘરાવી અને જો કોઈ ના પાડે તો માનવ જીંદગી જોખમ મા મુકાય તેવી રીતે અથવા તો આપમાન જનક રીતે માનવ હૃદય ને ઠેશ પહોચે તેવું વર્તન કરી/કરાવી ને ખુલ્લે આમ દાદાગીરી કરવા મા આવી રહી છે જેમના નામે વાસદ પોલીસ સ્ટેશન મા એક થી અનેક ફરિયાદો વાસદ ટોલ નાકા ઉપર/આસ પાસ ગાડી લઇ ને જતા આવતા વાહનચાલકો, ગ્રામ જનો જોડે મારઝૂડ, ગાળો બોલવા વિગેરે બાબત ની દીવાની અને ફોજદારી બેવ કલમો સાથે ના ગુન્હા નોધોયેલા છે તેવા માથાભારે ટોળકી દ્વારા જાહેર સુલેહ શાંતિ નો દૈનિક રીતે ભંગ થાય તેવી રીતે લોકો ને હેરાન પરેશાન કરવા મા આવી રહ્યા છે જે તદન ગેર વ્યાજબી અને ગેર કાયદેસર છે બાબતે યોગ્ય તપાસ કરી ને તત્કાલીન આ જાહેર માર્ગ ને ખુલ્લો કરવા મા આવે અને ગામ ને બંધક ની જેમ ચોફેર થી કિલ્લેબંધી કરવા ની જગ્યાએ સર્વિસ રોડ ખુલ્લો મુકવા મા આવે તે અમારી માંગણી છે .
૨.વાસદ ટોલ નાકા પર ૪ થી વધુ બાઉન્સરો રાખવા મા આવ્યા છે જે તદન ગેર કાયદેસર બાબત છે જે અવારનવાર વાહન ચાલકો જોડે જાહેર મા છુટ્ટા હાથ ની મારા મારી કરતા હોય છે જે બાબત ની પણ પોલીસ ફરિયાદો અનેકોવાર થયેલ છે જેથી તત્કાલીન બાઉન્સરો બાબત ની તપાસ કરાવી ને યોગ્ય નિર્ણય લેવા રજુઆત છે.
૩.આ ટોલ નાકા પર કેટલીક ગેર કાયદેસર પ્રવૃત્તિ ઓ ચાલે છે તો તેના ઉપર છુપ્પી નજર રખાવી ને તે તમામ ગેર કાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય તેવી અમારી માંગણીઓ છે .
૪.ગામ ના આંતરીક રસ્તા નો દુર ઉપયોગ ટોલ બચાવવા કરવામાં આવતો હોય તેનો અમે પણ સખ્ખત શબ્દો મા વખોડી કાઢીએ છીએ પણ જો આ બાબત ની આડ મા ઉપર મુજબ ની વ્યવસ્થિત આયોજન બદ્ધ અને પાછલા બારણે આઈ.આર.બી.કંપની દ્વારા જ જો ઉપર મુજબ ની ગેર કાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તત્કાલીન તેમને પણ તાકીદ કરી જાહેર જીવન અને માનવ અધિકારો પર તરાપ મારવાના ગુન્હા હેઠળ કાયદા મા ઉલ્લેખ થયેલ હોય તેવા પ્રકાર ની કાયદેસર ની કાર્યવાહી કરવા મા આવે તે અમારી આજે આપ ની સમક્ષ હાજર રહી અમારી જાત ફરિયાદ છે.
આપણે સૌ વિશ્વ ના મહાન લોકશાહી રાષ્ટ્ર ભારત ના નાગરિકો છીએ તેમ છતા કેટલાક મુઠ્ઠી ભર માથાભારે ઈશમો કે જે કાનુન ને નથી ગણતા અને આઈ.આર.બી.કંપની ના કેટલાક કાયદો હાથ મા લેવા ટેવાયેલ અધિકારીઓ ની મિલી ભગત થી આખે-આખ્ખુ વાસદ ગામ અને આણંદ જીલ્લા ને બાન મા લેવા મા આવી રહ્યું છે તે તદન ગેરકાયદેસર છે .
કોઈ પણ ટોલ નાકું કે ટેક્ષ ઉઘરાણી કરવા કે જાહેર વાહન વ્યવહાર કરતા વાહન ચાલકો ને પૂછ પરછ કરવા માંટે ભારત ના બંધારણ મા આપવામાં આવેલા કાયદેસર ના અધિકારો પ્રમાણે જ કાર્યવાહી કરી સકાય અને તે સિવાય ની ઉપર મુજબ ની કાર્યવાહી ને ગેર કાયદેસર અને માનવ અધિકારો પર તરાપ મારી તેમના જીવન પર ખરાબ અસર ઉભી કરી આતંક જેવી સ્થિતિ નું સર્જન થઇ રહ્યું છે જે તદન ગેરકાયદેસર હોવાની સાથે સજા ને પાત્ર ગુન્હો છે
જેથી તત્કાલીન આ જાહેર માર્ગ ની વચ્ચોવચ સીમેન્ટ, પ્લાસ્ટીક, લોખંડ, પથ્થર ના બેરીકેટ મૂકી રસ્તો બંધ કરી ગેર કાયદેસર ઝુપડી વાળું ટોલ નાકું ઉભું કરાયું છે તેણે દુર કરવા મા આવે અને વાસદ ગામ ને બંધન માંથી મુક્ત કરવમા આવે તથા સર્વિસ રોડ ખુલ્લો મુકવા મા આવે.
નકલ રવાના
૧.આણંદ જીલ્લા કલેકટર શ્રી.
૨. આઈ.આર.બી.કંપની અમદાવાદ /આણંદ ઓફીસ.
૩.રાજ્ય માર્ગ અને વાહન મંત્રી શ્રી.
૪.આણંદ જીલ્લા સંસદ સદસ્ય શ્રી.
૫.અંક્લાવ ધારાસભ્ય શ્રી.
Was this information helpful?
Post your Comment