Address: Ahmedabad, Gujarat, 382424 |
સાહેબ શ્રી, મારી ઓનલાઇન લોન એપ્લિકેશન pmegp સ્કીમ માં પેકિંગ ક્લિપ બનાવવા ના ધંધા માટે dic ગાંધીનગરે આશરે 20 દિવસ પહેલા bob, ચાંદખેડા શાખામાં રૂ.88500/-મસીન ખરીદવા +4, 00, 000/- વર્કિંગ કેપિટલ માટે=રૂ 488500/- ભલામણ કરીછે, મેનેજર શ્રી મીના સાહેબ ને મારા પિતા શ્રી બાબુલાલ પરમાર ઘણી વખત રૂબરૂ મળી મને ધંધો કરવા લોન સેન્સન લેટર આપવા વિનંતી કરી છે, ઓડિટ ચાલે છે, એટલે ટાઇમ નથી, ઓડિટ પત્યા પછી સેન્સન લેટર આપીશું, એવું મેનેજર શ્રી એ જણાવેલ અને ઓડિટ પત્યા પછી બેન્કે આપેલા ફોર્મ પણ મે સહી કરી બેન્ક ને આપી દીધા, હવે મેનેજર મીના સાહેબ મસીન+વર્કિંગ કેપિટલ માટે ફક્ત રૂ188500/-જ આપીસ એમ કહે છે, wc, રૂ 1, 00, 000/-માં10 દિવસ ચાલે એટલુ જ રો મટિરિયલ આવે, તો તો 10 દિવસ કામ કર્યા પછી મારે અને મારા બે કારીગરો એ તૈયાર કરેલ માલ ના વેચાય ત્યાં સુધી બેસી રહેવાનુ? સાહેબ નું એવું માનવું છે કે આ ધંધા wc 25, 50હજાર રૂ. જ જોઈએ. આ સાહેબ ઈરાદા પૂર્વક મને ધક્કા ખવરાવે છે, સાહેબ મારો પ્રોજેકટ રૂ.4, 88, 500/- નો છે, જો બઁક 188500/-જ.- લોન આપવા માગતી હોય તો બાકી ની wc 3, 00, 000/- (ત્રણ લાખ) ક્યાથી લાવું? એટલે શું મારે બહાર થી દેવું કરી ને બાકી ના ત્રણ લાખ લાવવાના? જો હું બહાર થી 3, 00, 000/- લાવીશ તો રૂ 3/-લેખે મારે બહાર થી પૈસા લાવવા પડશે અને એનું વ્યાજ મહિને રૂ.9000/- થશે, તો મારે બહાર થી વ્યાજે પૈસા લાવી ધંધો કરવા નો જ હોય તો pmegp sceme નો કોઈ જ અર્થ રહેતો નથી, જો સાહેબ ને કોઈ વ્યક્તિ ની અંગત જામીનગીરી જોઈતી હોય કે કો-લેટરલ સિક્યોરિટી જોઈતી હોય તો ભલે pmegp સ્કીમ માં જરૂરી નથી છતાં હું આપવા હું તૈયાર છુ.
વિશેષ માં આપ સાહેબ ને જણાવવા નું કે pmegp સ્કીમ અન્વયે રૂ.25, 00, 000/- (પચ્ચીસ લાખ) સુધી પ્રોજેકટ કોસ્ટ ની લોન મળવા પાત્ર છે, મારો પ્રોજેકટ ફક્ત રૂ.4, 88, 500/- (ચારલાખ અઠ્ઠાસી હજાર પાનસો) જ છે, બીજું હું અનુસુચિત જાતી નો શું એટલે મારે મારા પ્રોજેકટ કોસ્ટ ના 5% રકમ જ મારા પોતાના રોકવાના હોય છે, જે હું ભરવા તૈયાર છુ.તો આપ સાહેબ યોગ્ય સહકાર આપી મને મદદ કરશો,
આભાર સાથે
આપનો વિશ્વાસુ,
(રોનક બી કાપડિયા)
Was this information helpful?